Home> India
Advertisement
Prev
Next

મુંબઈ પર મોટું જોખમ, અત્યંત ગીચ વસ્તીવાળા ધારાવીમાં પહોંચી ગયો જીવલેણ કોરોના વાયરસ

શહેરમાં અત્યંત ગીચ વિસ્તાર અને મોટી ઝૂપડપટ્ટી ધરાવતા વિસ્તાર ધારાવીમાં બુધવારે કોરોના વાયરસનો એક દર્દી મળી આવતા હડકંપ મચ્યો છે. આ વ્યક્તિનું મોત થયું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તેના સમગ્ર પરિવારના સભ્યોને ક્વોરન્ટાઈન કરાયા. હોસ્પિટલમાં દાખલ કરાયાના ગણતરીના સમયમાં જ દર્દીનું મોત થઈ ગયું. 

મુંબઈ પર મોટું જોખમ, અત્યંત ગીચ વસ્તીવાળા ધારાવીમાં પહોંચી ગયો જીવલેણ કોરોના વાયરસ

મુંબઈ: શહેરમાં અત્યંત ગીચ વિસ્તાર અને મોટી ઝૂપડપટ્ટી ધરાવતા વિસ્તાર ધારાવીમાં બુધવારે કોરોના વાયરસનો એક દર્દી મળી આવતા હડકંપ મચ્યો છે. આ વ્યક્તિનું મોત થયું છે. શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા દર્દીને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તેના સમગ્ર પરિવારના સભ્યોને ક્વોરન્ટાઈન કરાયા. હોસ્પિટલમાં દાખલ કરાયાના ગણતરીના સમયમાં જ દર્દીનું મોત થઈ ગયું. 

કોરોના બાદ તબલિગી જમાતના લોકોનો કાળો ઉત્પાત, મેડિકલ સ્ટાફ પર થૂંકવાનો ગંભીર આરોપ

મુંબઈના ધારાવી વિસ્તારમાં જ્યાં કોરોનાનો પોઝિટિવ દર્દી મળ્યો ત્યાં હજારોની સંખ્યામાં ઝૂપડા છે. આવામાં જો આવા વિસ્તારમાં કોરોનાનો દર્દી મળે તો ચેપ ફેલાવવાનું જોખમ અત્યંત વધી જાય છે. જેને લઈને અધિકારીઓમાં હડકંપ મચ્યો છે. ગાઢ વસ્તી ધરાવતા ધારાવીમાંથી કોરોનાનો દર્દી મળતા અધિકારીઓ હવે સંક્રમણને રોકવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહ્યાં છે. 

બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાથી 6 દર્દીઓના મોત
બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાથી સંક્રમિત 6 દર્દીઓના મોત થયા છે આ સાથે જ રાજ્યમાં કોરોનાના કારણે મરનારાઓની સખ્યા 17 થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 335 પર પહોંચી છે. 

અત્યંત શરમજનક! કોરોના ફાઈટર્સ સાથે આવી હરકત? આ તે કેવી છીછરી હરકતો કરી રહ્યાં છે લોકો 

5000થી વધુ લોકો આઈસોલેશનમાં
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રના મુંબઈમાં આ અગાઉ પણ કોરોના વાયરસના અનેક કેસ સામે આવ્યાં છે. મુંબઈ સહિત પ્રદેશના અન્ય ભાગોમાં કોરોના દર્દીઓના સંપર્કમાં આવનારા 5000થી વધુ લોકોને આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. આ તમામ લોકોની નિગરાણી માટે સરકાર તરફથી 4000થી વધુ સ્વાસ્થ્યકર્મીઓને તૈનાત કરાયા છે. 

ગાઢ વસ્તી, ઝૂપડપટ્ટીમાં ફેલાઈ રહ્યો છે કોરોના
મુંબઈની ઝૂપડપટ્ટીઓ અને ચાલમાં ઝડપથી ફેલાઈ રહેલો કોરોના વાયરસ પ્રશાસન માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે. આ વાયરસને રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ સૌથી મહત્વનું છે અને આ ગાઢ વસ્તીઓમાં તે શક્ય બની રહ્યું નથી. આવી ગાઢ વસ્તીઓમાંથી અત્યાર સુધીમાં કોરોનાના આઠ પોઝિટિવ કેસ આવી ચૂક્યા છે. 

6 દિવસના બાળકને કોરોનાનો ચેપ
બુધવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 33 નવા કેસ સામે આવ્યાં જેમાં એક શિશુ પણ સામેલ છે. તેની 26 વર્ષની માતા અને એક નર્સને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 335 થઈ છે. અહીં 5 નવા મોત સાથે મૃત્યુઆંક 17 થયો છે. 

જુઓ LIVE TV

શિશુના પિતા વી સિંહે સમાચાર એજન્સી આઈએએનએસને જણાવ્યું કે શિશુ 26 માર્ચના રોજ રાતે ચેમ્બુરની હોસ્પિટલમાં જન્મ્યો. અહીં એક કોરોના દર્દી હતો. અમને તાત્કાલિક હોસ્પિટલ છોડવાનું કહેવાયું. ડોક્ટરોએ અમારી દેખભાળની ના પાડી દીધી. મારી પત્ની અને મારા પુત્રનો રિપોર્ટ લગભગ અડધી રાતે પોઝિટિવ આવ્યો. ત્યારથી અમે કસ્તૂરબા હોસ્પિટલમાં છીએ. 

તેમણે સરકાર, વડાપ્રધાન મોદી અને સીએમ ઉદ્ધવ ઠાકરે તથા સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપીને અપીલ કરી છે કે તેમની પત્ની અને બાળકને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More